જેમ જીત્યા એ શત્રુ સમૂહ, કામ ક્રોધ લોભ લઈ ।।
સ્વાદ સ્નેહ મમતા મોહ, તે તો દેખાડું કઈ ।। ૧ ।।
કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી ।।
લોભ ઉપર મહા મુનિરાજ, આવિયા ઝાડે ફરી ।। ૨ ।।
સ્વાદે સહું એકઠું કરી અન્ન, જળ નાખી જન જમે ।।
સ્નેહે સંભારે નહિ સ્વજન, માનથી દૂર રમે ।। ૩ ।।
કાઢી રીસ કરી હડકાર, બીજા દુષ્ટ બહુ ડર્યા ।।
કહે નિષ્કુળાનંદ નિરધાર, વેરી એમ વશ્ય કર્યા ।। ૪ ।।