સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને ।।

સેવ્યા મુકત મુનિ ઋષિ સાથ, બીજા સેવ્યા બહુને ।। ૧ ।।

એવા સંત જમ્યે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા ।।

જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા ।। ૨ ।।

એવા સંતને પૂજીને પટ,  પ્રીત્યેશું પહેરાવિયાં ।।

તેણે ઢાંકયાં સહુના ઘટ,  ભલા મન ભાવિયાં ।। ૩ ।।

એવા સંત મળ્યે મળ્યા સ્વામી,  ખામી કોયે ન રહી ।।

કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સહુને કહી ।। ૪ ।।