એવા મળ્યા છે મહારાજ, જે કોય સર્વેના શ્યામ છે રે ।।
વળી રાજ એ અધિરાજ, એને આધારે સહુ ધામ છે રે ।। ૧ ।।
ધામ ધામના જે રહેનાર, હજૂર રહે છે જોડી હાથને રે ।।
કરી આરત્યશું ઉચ્ચાર, શીશ નમાવે છે નાથને રે ।। ૨ ।।
શિવ બ્રહ્મા ને સુરેશ, દેવ અદેવ રહે છે ડરતા રે ।।
જેની આજ્ઞામાં અહોનિશ, શશી સૂરજ રે’છે ફરતા રે ।। ૩ ।।
કંપે કાળ માયા મનમાંય, અતિ ઘણું અંતરમાં રે ।।
કહે નિષ્કુળાનંદ કાંય, તું પણ ડરને તેના ડરમાં રે ।। ૪ ।।