કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જૂજવી એ જાત છે રે ।।
મર આપીયે સો સો શીશ, તોયે વણમળ્યાની વાત છે રે ।। ૧ ।।
કિયાં કીડી કરી મેળાપ, ભેળો થાવા ભારે ભેદ છે રે ।।
કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે ।। ૨ ।।
અતિ અણમળ્યાનું એહ, મળવું માયિક અમાયિકને રે ।।
તે તો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવા અનેકને રે ।। ૩ ।।
તૈયે થાય એનો મેળાપ, જયારે નરતન ધરે નાથજી રે ।।
કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એને સાથજી રે ।। ૪ ।।