વાત હેતની હૈયે ધારજો રે, સમજીને સુજાણ ।।
કામ પડે એ વિચારજો રે, તો થાશે કલ્યાણ ।। ૧ ।।
પ્રભુજીના પદ પામવા રે, આ છે સુંદર સાર ।।
વડાં વિઘનને વામવા રે, પામવા બેડો પાર ।। ૨ ।।
કહ્યું લગાડીને કડવું રે, લીમથી ઘણું લાખ ।।
એમ કહીને નો’તું લડવું રે, સહુ પૂરશે સાખ ।। ૩ ।।
કોય વીંધે આવી કાનને રે, કરીને કળ છળ ।।
પણ સમજો તેના તાનને રે, પે’રાવશે કુંડળ ।। ૪ ।।
રૂડું આપણી જે રીતનું રે, શોધી કહ્યું સાર ।।
કહે નિષ્કુળાનંદ હિતનું રે, સારું સુખ દેનાર ।। ૫ ।।