એક ભૂંસાડીને એકડો રે, વાળ્યાં મીંડા વીશ ।।
જોતા સરવાળો ન જડ્યો રે, ત્યારે કરે છે રીશ ।। ૧ ।।
ધન વિના કરે છે ધાંખના રે, કાંયેક મળવા કાજ ।।
પામીશ નહિ પડીકાં રાખના રે, ઠાલી ખોઈશ લાજ ।। ૨ ।।
દીવો દિનકર આગળે રે, કરવા જાયે કોઈ ।।
શોભા શું લખાય કાગળે રે,ઉલટી હાંસી હોય ।। ૩ ।।
મોટા પંડિત આગળ મૂરખો રે, કરે કોઈ ઉચ્ચાર ।।
સહુ જાણે પશુ સરખો રે, ભૂલ્યે ન પડે ભાર ।। ૪ ।।
માંડી મોરકળા સોયામણી રે, પછી દેખાડે પૂઠ ।।
નિષ્કુળાનંદ લાગે લજામણી રે, જરાય નથી જૂઠ ।। ૫ ।।