શોધી આવ્યો તું સત્સંગમાં રે, ભજવાને ભગવાન ।।
આવ્યો તૈયે તારા અંગમાં રે, નો’તા મોટ્યપ માન ।। ૧ ।।
સહુ સંતને શીશ નામતો રે, થૈને દાસાનુદાસ ।।
ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થૈ ઉદાસ ।। ૨ ।।
એહ ગયું તારી ગાંઠ્યનું રે, બીજું પેઠું પાપ ।।
લઈ લીધું લક્ષણ લાંઠ્યનું રે, અવળું કર્યું આપ ।। ૩ ।।
બની વાત ગઈ બગડી રે, કવથાણું છે કામ ।।
દિલે સળગે છે સગડી રે, સહુનો થાવા શ્યામ ।। ૪ ।।
નાને ગુણે મોટપ્ય ન મળે રે, વિચારી જોને વાત ।।
કહે નિષ્કુળાનંદ કાં બળે રે, ઠાલો દી ને રાત ।। ૫ ।।