જરૂર જાવું  છે  જાણજો  રે,  પ્રભુજીની પાસ ।।

એવી દેશિયે  મ આણજો રે, વણ કર્યે તપાસ ।। ૧ ।।

જાણો  જગમોટાઈ  જૂઠ  છે  રે,તેની  તજો  તાણ ।।

એને ઇચ્છે તે હૈયાફૂટ  છે રે, ન ઇચ્છે સુજાણ ।। ૨ ।।

મેલો લાભ આ લોક સુખનો રે, પ્રીત કરો પરલોક ।।

એ તો મત છે મૂરખનો રે, ખોટે હરખ શોક ।। ૩ ।।

રૂડા સંતની  રીતડી રે, જાણો  જુદી જન ।।

જેને પ્રભુ  સાથે  પ્રીતડી  રે,  તે  વિચારો  મન ।। ૪ ।।

માથે કલંક  ને  મરશું  રે,  એ  તો  છે  અકાજ ।।

તે તો નિષ્કુળાનંદ નરસું રે, જોઈ રીઝે નહિ રાજ ।। ૫ ।।