શુકજીએ નથી સંઘર્યું રે, ધાતુ વળી ધન ।।

નાણું નારદે ભેળું ન કર્યું રે, કહે છે કોયે દન ।। ૧ ।।

જડભરતે ન  જોડાવિયું  રે,  ગાડું  ગાડી  વેલ ।।

કદરજનું વ્યાસે કા’વિયું રે, ખરી ક્ષમાનો ખેલ ।। ૨ ।।

સનકાદિકે સુખ કારણે રે, ઘોડું ન રાખ્યું ઘેર ।।

આ તો બાંધ્યાં બીજાને બારણે  રે, કરવા કાળો કે’ર ।। ૩ ।।

મેલી ઊભી અસલ રીતને રે, નકલ લીધી નેક ।।

તે તો ચોટી ગઈ ચિત્તને રે, છોડી ન છૂટે છેક ।। ૪ ।।

કોઈ કહે  એની  કોરનું  રે,  તેશું  બંધાયે વેર ।।

કહે નિષ્કુળાનંદ નોરનું  રે, મુંપર રાખજો મે’ર ।। ૫ ।।