આણી  આંખ્યે મેં જોયા જીવન, સહજાનંદ સ્વામી ।।

સ્વામી દોયલા  દિવસનું ધન, પામી દુઃખ ગયા વામી ।। ૧ ।।

વામી વેદના મારી આ વાર, શરણ શ્રીજીનું લઈ ।।

લઈ મુજ અર્થે અવતાર, આવિયા આપે સઈ ।। ૨ ।।

સઈ કહું આ સમાની રીત, આજ આડો આંક વાળ્યો ।।

વાળ્યો દિવસ થઈ મારી જીત, સંશય શોક ટાળ્યો ।। ૩ ।।

ટાળ્યો કાળની ઝાળનો ત્રાસ, પૂરણ સુખ પામ્યો ।।

પામ્યો નિષ્કુળાનંદ ઉલ્લાસ,  ફૂલી ત્રિલોકે ન શામ્યો ।। ૪ ।।