ભજી ભલી ગઈ છે જો વાત, પુરુષોત્તમને પામી ।।
પામી પ્રગટ પ્રભુ સાક્ષાત, કહો કાંઈ રહી ખામી ? ।। ૧ ।।
ખામી ભાંગી ખરી થઈ ખાટ, ખોયા દિની ખોટ્ય ટળી ।।
ટળી ગયા સર્વે ઉચ્ચાટ, શ્રી ઘનશ્યામ મળી ।। ૨ ।।
મળી મોજ અલૌકિક આજ, આવ્યું સુખ અતિ અંગે ।।
અંગે કરવું ન રહ્યું કાજ, મળી મહારાજ સંગે ।। ૩ ।।
સંગે રહીશ હું તો સદાય, સુખકારી શ્યામ જાણી ।।
જાણી નિષ્કુળાનંદ મનમાંય, રહું ઉર આનંદ આણી ।। ૪ ।।