આ લોકની જેણે આશા તજી છે, પરલોકના સુખ સારુ રે ।।

તેણે કરી હરિભકત રજી છે, સંસાર સુખ થયું ખારું રે ।। ૧ ।।

ચૌદ લોક ને ચતુરધા લગી, જગમાં જે જે કહેવાય રે ।।

સર્વે ઠેકાણે અગનિ સળગી, દેખે તપતાં ત્યાંય રે ।। ૨ ।।

ઠરવા ઠાઉકું ઠામ ન સૂઝે, કહો સુખ કયાં મનાય રે ।।

કાળ માયાથી સહું રહ્યાં ધ્રૂજે, હરિનાં ચરણ વિનાય રે ।। ૩ ।।

એમ અહોનિશ અંતરમાંઈ, વરતે છે વૈરાગ રે ।।

નિષ્કુળાનંદ કહે તેને કાંઈ, કઠણ ન હોય કરવું ત્યાગ રે ।। ૪ ।।