રાગ:-  સામેરી મલાર

વિશ વસા એહ વાત છે, તમે સાંભળજો સહુ જન રે ।

અંતર શત્રુ અજિત છે, પળે પળે પાડે છે વિઘન રે વિશ૦।।૧।।

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, એણે લીધી છે સહુની લાજ રે ।

દેવ દાનવ માનવ મુનિ, એણે રોળિયો સુરરાજ રે; વિશ૦ ।।ર।।

નિર્દોષ જન કોઈ નજરે, નથી આવતાં નિરધાર રે ।

કામ ક્રોધ લોભ મોહમાં, સહુ એ બે ભર્યાં અપાર રે; વિશ૦ ।।૩।।

એવા અવગુણ અવલોકીને, હરિ કરે કેનું કલ્યાણ રે ।

નિષ્કુલાનંદ તૈયે નાથને, ઠાલો ફેરો પડયો પરમાણરે; વિશ૦ ।।૪।। પદ ।।૧।।