તમને વા’લા છે તમારા જે જનજી, તેહ હરિજનનું કહું વર્તનજી ।

નથી વિસારતા તમને નિશદનજી, તમ વિના બીજે નથી માનતું મનજી ।।૧।।

ઢાળ-

મન બીજે નથી માનતું, રે’છે તમારા ચરણમાં ચિત્ત । દૈહિક દુઃખે નથી દાઝતા, નથી પંચ વિષયમાં પ્રીત ।।૨।।

સૂતાં બેઠાં જાગતાં, ગાયછે જો તમારા ગુણ । મિટ થકી નથી મુકતા, સુંદર મૂર્તિ સગુણ ।।૩।।

અન્ય ભરોંસો ઉરમાં, વળી નથી કેનો નિરધાર । તમ વિના ત્રિલોકમાં, નથી પડતો બીજાનો ભાર ।।૪।।

સર્વેના કારણ સમઝી, સમરેછે શ્વાસ ઉશ્વાસ । નિષ્કામી નિષ્પાપ નિર્મળ,

નિર્વૈર મે’ર  મને ઘણી । એવા જન જોઇ આપણા, તમે કરો રક્ષા તેહતણી ।।૬।।

તમારે તેહ તેહને તમે, એમ અરસ પરસ છે પ્રીત । તેનાં પાળોછો લાડ તમે, શ્રીહરિ જો રુડી રીત ।।૭।।

આશ્ચર્ય એનું અમને, વળી નથી મનાતું મન । નિષ્કુલાનંદના નાથજી, છો ભક્તવત્સલ ભગવાન ।।૮।। કડવું ।।૪૩।।