રાગ:- જકડી
વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કે’શું કે’વાને જો રે’શું રે… વચન૦ ટેક.
જયારે પશ્ચમે પ્રગટશે રવિ રે, થાશે બીજ રહિત પૃથ્વી રે;
તોયે નહિ થાય રીત એ નવી રે… વચન૦ ।। ૧ ।।
જયારે શૂન્ય સુમનની સજ થાશે રે, ઝાંઝુજળ પાને જન ધાશે રે;
તોયે એ વાત કાંઈ મનાશે રે… વચન૦ ।। ર ।।
સુત ષંઢથી પામશે નારી રે, મળશે માખણ વલોવતાં વારિ રે;
તોયે વિમુખ સુખ રે’શે હારી રે… વચન૦ ।। ૩ ।।
એહ વાત પ્રમાણ છે પકી રે, તે તો ખોટી ન થાય કોઈ થકી રે;
કહે નિષ્કુળાનંદ એમ નકી રે… વચન૦ ।। ૪ ।।