રાગ:- બિહાગડો

હજૂર રહિયે હાથ જોડીરે હરિશું હજુર, બીજાં સર્વેની સાથેથી ત્રોડીરે; હરિશું૦ ટેક –

લોક પરલોકનાં સુખ સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોડી ।

મરિચી જળ જેવાં માની લેવાં, તેમાં ખોવી નહિ ખરી મોડીરે; હરિશું૦ ।।૧।।

હીરાની આંખ્ય સુણી હૈયે હરખી, છતી છે તે ન નાખીએ ફોડી ।

તેમ પ્રભુજી પ્રગટ પખી, નથી  વાત કોયે રૂડીરે; હરિશું૦ ।।૨।।

રૂડો રોકડો દોકડો દોપ્ય આવે, નાવે કામ સ્વપ્નની ક્રોડી ।

તેમ પ્રગટ વિના જે પ્રતીતી, તેતો ગદ્ધું માન્યું કરી ઘોડીરે; હરિશું૦ ।।૩।।

પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલી, મર જો જણાતી હોય થોડી ।

નિષ્કુલાનંદ નિશ્ચે એમ જાણો, છે ભવસિંધુ તરવા હોડીરે; હરિશું૦ ।।૪।। પદ ।।૬।।