રાગ:- આશાવરી
સંતો ભક્તિ ઉપર ભય શાનો, તેતો મન કર્મ વચને માનોરે; સંતો૦ । ટેક-
જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય સમાજ શોભાનો ।
પામી પુન્ય ખુટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ નાનોરે; સંતો૦ ।।૧।।
ધ્યાન ધારણા સમાધિ સરવે, કુંપ અનુપ કાચનો ।
ટકે નહિ કેદિ ટોકર વાગે, તો શિયો ભરૂંસો બીજાનોરે; સંતો૦ ।।૨।।
જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ધરપર, જાણો નથી ફજેતો એ છાનો ।
નિર્ભય પ્રાપતિ ન રહિ કેની, જોઇ લીધો દાખડો ઝાઝાનોરે; સંતો૦ ।।૩।।
સર્વે પર વિઘન સભરભર, નિર્ભય ભક્તિ ખજાનો ।
નિષ્કુલાનંદ કે’ ન ટળે ટાળતાં, ટળે તોય કળશ સોનાનોરે; સંતો૦ ।।૪।। પદ ।।૧।।