રાગ:- ધન્યાસરી

પૂરણ પુરૂષોત્તમ પામીયે જયારેજી, તન મનમાંહિ તપાસિયે ત્યારેજી।

આવો અવસર ન આવે ક્યારેજી, એમ વિચારવું વારમવારેજી ।।૧।।

રાગ :- ઢાળ

વારમવાર વિચારવું, ૨વણસવા ન દેવી વળી વાત । સમો જોઇને સેવકને, હરિ કરવા રાજી રળિયાત ।।૨।।

અવળાઇને અળગી કરી, સદા સવળું વર્તવું સંત । અવળાઇયે દુઃખ ઉપજે, વળી રાજી ન થાય ભગવંત ।।૩।।

જેમ ભૂપના ભૃત્ય ભેળા થઇ, સમા વિના કરે સેવકાઇ । જોઇ એવા જાલમ જનને, રાજા રાજી ન થાયે કાંઇ ।।૪।।

જયાં જોઇએ ભલુ ભાગવું, ત્યાં સામો થાય શૂરવીર । જયાં જોઇએ થાવું ઉતાવળું, ત્યાં ધરી રહે ધીર ।।૫।।

જયાં જોઇએ હારવું, ત્યાં કરે હઠાડવા હોડ । જયાં જોઇએ નમવું, ત્યાં કરે નમાડવા કોડ ।।૬।।

જયાં જોઇએ જાગવું, ત્યાં સૂવે સોડ તાણીને । જયાં જોઇએ બોલવું, ત્યાં બંધ કરેછે વાણીને।।૭।।

જયાં ન જોઇએ બોલવું, ત્યાં બોલેછે થઇ બેવકૂબ । જયાં જોઇએવસવું, ત્યાંથી ખશી જાયછે ખૂબ ।।૮।।

એવી ભક્તિ જો આવડી, જેમાં રાજી ન થાય રામ । કરવાનું તે કરે નહિ, કરે ન કરવાનું કામ ।।૯।।

એવોવકને શ્રીહરિ, પાસળથી પરા કરે । નિષ્કુલાનંદ એ નરને, સેવતાં સુખશું આવ્યું સરે ।।૧૦।। કડવું ।।૧૭।।