રાગ: ગોડ મલાર –

પ્રીતની રીત છે જો ન્યારીરી; પ્રી૦ ।  જેહની બંધાણી તેણેરે જાણી, બિજા ન જાણે લગારીરી ; પ્રી૦ ।।૧।।

ચકોર સ્નેહી ચંદ્ર વદનનો, વણ દિઠેદુઃખ ભારી । મીન સ્નેહી જાણોરે જળનો, પ્રાણ તજે વિન વારીરી; પ્રી૦ ।।૨।।

પ્રીત પતંગ પ્રાણ પાવકમાં,દેખત દૃગ દેત જારી ।  ચાતક સ્નેહી સદાયે સ્વાંતનો, મરે પિયુપિયુ પોકારીરી; પ્રી૦ ।।૩।।

પ્રીતિની રીત પ્રસિદ્ધ પ્રતીજે, કીજે તો કીજે વિચારી । નિષ્કુલાનંદ એવા સ્નેહીની સંગે, સદાય રહે છે મુરારીરી; પ્રી૦ ।।૪।। પદ ।।૧।।