રાગ: મારૂ –

સ્નેહને રે સમાન, ના’વે કોઈ સ્નેહને રે સમાન। રાગી ત્યાગી ને તપસ્વીરે, વળી ધરે વન જઈ ધ્યાન; ના’વે. ।।૧।।

જોગ જગન બહુ જજતાંરે, તજતાં તેનું મને માન । તજી ઘરવાસ ઊદાસ ફરે કોય, કરે તીરથ વ્રતદાન; ના’વે. ।।૨।।

માળા તિલક ધરે ફરે ફકત, નખ શિખા વધારી નિદાન ।  કરે અટન રટન નિરંતર, વળી કરે ગંગાજળ પાન; ના’વે. ।।૩।।

સ્નેહ નહિ જેને નાથશુંરે, શું થયું કરતાં રે જ્ઞાન ।  નિષ્કુલાનંદ સ્નેહી જનને, વશ સદા ભગવાન; ના’વે. ।।૪।। પદ ।।૨।।