આપણે કાંઇએ કરવું નથી, કાં જે સત્સંગમાં માલ છે તેણે કરીને ઉઘાડી આંખ છે. તે જોશું ત્યાં તો આ સાધુ ને ભગવાનનાં દર્શન થાય છે, ને વિંચાશે ત્યારે પણ આ સાધુ ને ભગવાન દેખાશે. માટે ‘જીવતે લાખના ને મૂએ સવા લાખના .’ હવે કોઇ વાતે ફિકર નથી. ને
‘દાસના દુશ્મન હરિ કદી હોય નહિ, એજેમ કરશે તેમ ઠીક જ કરશે.’ ।।૨૦૨।।

