અને પંકિતમાં બેસીને મેળાવીને લાડુ જમે તે નિઃસ્વાદી કહેવાય ને એકલો નોખો જો કાચો બાજરો ચાવે, તોય પણ તે સ્વાદિયો કહેવાય. તે માટે જુદું પડ્યે જ બગડે છે અને નિઃસ્વાદી કેને કહીએ ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, પંકિતમાં જે મળે તે મેળાવીને ખાઇ લે ને બીજું કાંઇએ ઉપાર્જન ન કરેને ચાળા ચૂંથતો ન ફરે એ નિઃસ્વાદી કહેવાય. ને ત્યારે જભગવાન એની ઉપર રાજી થાય છે. તે રાજી કરવાનો ઉપાય, સાધુનો સમાગમ ને નિયમ એ બે છે. ‘ગર્ભવાસમાં શું કહીને તું આવ્યો રે’ એ કીર્તન બોલાવીને કહે જે, તરવાર તો ખરીપણ ક્ષત્રિયના હાથમાં હોય ને વાણિયાના હાથમાં હોય; એમ આવા વચન પણ બ્રહ્મવેત્તાનાં લાગે , પણ બીજાનાં લાગે નહિ.।।૨૦૬।।

