સંવત્ ૧૯૨૨ના કાર્તિક સુદિ પૂનમથી આ સંતમાં જીવ તણાય છે, તે તો ‘શબ્દે પરે ચ નિષ્ણાતા બ્રહ્મણ્યુપશમાશયાઃ’ એવા ગુરુ છે એટલે તણાય છે, નીકર ન તણાય, એમ કહીને ગુરુના અંગના સવૈયા બોલાવ્યા જે,

માન મદ મારવેકિ કર્મનકું જારવેકિ;અધમ ઉધારવેકિ ટેક જીને ઠાને હે,

ગહન અગાધ ગતિ પૂરન પ્રતાપ અતિ;મતિ બળ કાહુસેતિ જાત ન પિછાને હે.

શરનાગત બંધ છેદ જગકો કિયો નિષેધ;વેદ રુ વેદાંત હું કે ભેદ સબ જાને હે,

કહત હે બ્રહ્માનંદ કાય મન બાની કરી;એસે ગુરુરાજ હમેં ઇશ કરી માને હે.

એ બોલાવીને કહ્યું જે, એવા ગુરુ છે ત્યારે જ જીવ તણાય છે.એમ વાતમાં મર્મ કહ્યો. ।।૨૨૨।।