એમ નાના હતા ત્યારે છેંતાળીસની સાલમાં હિમ બહુ પડ્યું; તે ગોળામાં પાણી લેવા જાય ત્યાં માંહી પાણી ઠરી ગયેલ, એવું પડેલ. તે માણસ વાત કહેતા જે, ‘ચીર બાળીને તાપીને દેહ રાખ્યો.’ તેમ સોનાનાં ખોરડા બાળીને આ વાતો સાંભળવી. ।।૨૪૮।।