અને આપણામાંય ખોટ્યું કેટલીક હોય, તે જો કહેવા માંડીએ તો ખબર પડે. સૂઝે તેમ આમ તેમ કરીએ પણ અંતે એમ કરાવવું છે, તે વાતોમાં કહેતા જાઇએ છઈએ. અને અમારે એક બળદિયો છે, તેને હમણાં તો સૌ ખવરાવીએ છઈએ પણ ગાડું એના કાંધ ઉપર મૂકવું છે. અંતે સૂઝે તેમ ફોસલાવી કરાવીને પણ માંખીમાંથી સૂર્ય કરવો છે. ।।૨૬૦।।