એક દિવસ વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આ વચનામૃતનાં ચોપડામાં તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર ને અઢાર પુરાણનો સાર છે.તેમાં મહારાજે સિદ્ધાંત વાત કરી છે તેનો અભ્યાસ કરવો.અહો ! આ તો કાંઇ આપણે લાભ થયો છે ! જુઓને, ભગવાન કેટલે છેટેથી દયા કરીને આપણા સારુ આવ્યા છે પણ આ જીવને તો કાંઇ ગરજ નથી; ને આ તો ઠેઠ અક્ષરધામથી આવ્યા છે. અને આ તો ઓલી સતીને જેમ લોઠાંયે (પરાણે) સતી કરી; તેમ આ જીવને પણ લોંઠાયે ભગવાન ભજાવીએ છઈએ.અને શાસ્ત્રમાં પણ ધર્મ, અર્થ ને કામ પર છે, ને મોક્ષ પર તો માંહી કોઈક શ્લોક છે. તે માટે મોક્ષના કામમાં આવે તેનું ગ્રહણ કરવું. ને બીજાં સર્વે મંદિરોમાં પણ પાપ છે, ચારે કોરે પાપ છે, ને એક સત્સંગમાં જ કલ્યાણ છે; પણ બીજે કયાંય કલ્યાણ છે નહિ.’ ।।૧૯।।