અને ભગવાન રાખવામાં બે દુઃખ છેઃ ખાવા ન મળે નેમાર પડે, તે તો અમારી વારીમાં હતું. ને હવે તો અવિદ્યા હતી તે તો નાશ થઇ ગઇ છે ને મારતા તે પગે લાગે છે નેકેટલાક કુળે સહિત નાશ થઇ ગયા. હવે તો કયાંય જાયગા નથી,એટલે સત્સંગમાં અવિદ્યા આવી છે; તે માંહોમાંહી વેર કરે છે,ને મળે તે પણ ગરાસિયાની પેઠે છે. ને કોઠારી તથા ભંડારીએ બે સાથે વેર તે કાંઇ સાધુનો માર્ગ નહિ, સાધુનો માર્ગ તોક્ષમાશીલાઃ ધૈર્યશીલાઃ બોધને નિપુણાઃ એ સર્વે છે. ને આકુતિચતિ-ચાપલ્યરહિતાઃ નિષ્પરિગ્રહાઃ એ છે, માટે મોક્ષને માર્ગેચાલ્યા છઈએ તે ‘શ્રેયાંસિ બહુવિઘ્નાનિ’ તે સો સો વાતો સાચવીનેભગવાન ભજવા.‘શિરાપુરી ખાય બને રહે પઠ્ઠિયે , આવત માંહોમાંહી કેલઠ્ઠા લઠ્ઠિયે.’ પણ એમ ન કરવું. ।।૮૫।।