એક કણબી હતો તે બે પહોર જ રળે, કાં જે થોડા કાળમાં મરી જાવું છે તે શીદ દિવસ બધો કુટીએ ? એમ કુસંગીને પણ થયું, ત્યારે આપણે તો સત્સંગી થયા તે ઢગ દિવસ રળ્યા,ને હવે તો આવા સાધુનો જોગ કરી લેવો, એ દુર્લભ છે, પણ મેમણનાં તરેલાની પેઠે તાણ્યા જ ન કરવું. ।।૧૪૨।।