આ જીવને આજીવિકા હોય તે તૂટે એ કેવું લાગે ? એમ આ દેહને વિષે પંચવિષયની આજીવિકા સત્સંગ કર્યા પછી તૂટી જાય છે. તે નેત્રને રૂપની, રસનાને રસની, નાસિકાને ગંધની, ત્વચાને સ્પર્શની એ બધાયની આજીવિકા તૂટી જાય છે, પછી કેમ સુખે રહે ? એમ ચાર-પાંચ વાર કહીને બોલ્યા જે, આવી વાત કોઇ દિવસ કરી નથી. ।।૧૬૩।।

