કાલ ઓલ્યામાં આવ્યું જે, ‘વૈરાટના હાથ પગ તો દેખ્યામાં નથી આવતા ને પેટમાં આ બ્રહ્માંડ છે.’ તે વિચારીએ તો વૈરાટની કેવડી મોટ્યપ થઇ ! ત્યારે આ અક્ષરને તો રુંવાડે રુંવાડે કોટિ-કોટિ બ્રહ્માંડ ઊડતાં ફરે છે. એ તો જો નવું પહેલું વહેલું સાંભળ્યું હોય તો તો જાણીએ જે આ તે વાત કે શું ? પણ કેવડી મોટપ થઇ ! આ તો બહુ વાર સાંભળ્યું એટલે મહિમા નથી. ।।૨૮૬।।