અને દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્કયની સ્મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભકિતશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. કહેતાં દશમસ્કંધ તે ભકિતશાસ્ત્ર છે અને પંચમસ્કંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કયની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. ।।૯૯।।