અને એવા જે અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ સહજાનંદજીમહારાજ તે સર્વે ઉપાસકને ઉપાસ્ય મૂર્તિ છે, સર્વને આનંદરૂપછે, સર્વ સારના સારરૂપ છે, સર્વ તત્ત્વના તત્ત્વરૂપ છે, સર્વદૈવતમાં દૈવતકારી છે, સર્વ મંગળમાં મંગળકારી છે, સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે, સર્વ આધારના આધાર છે, સર્વ પાવનમાં પાવનકારીછે, સર્વ ગુહ્યમાં ગુહ્યરૂપ છે, સર્વ ગુણીના ગુણી છે, સર્વ ધામનાધામી છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારીછે, ને સર્વ નામના નામી છે. ।।૩૧।।

