અને ગામ ફરેણીમાં મંદિરની જગ્યા છે ત્યાં હાલ બેઠકછે, ત્યાં રામાનંદસ્વામી દેહત્યાગ કરીને ધામમાં ગયાં. ત્યારપછી શ્રીસહજાનંદસ્વામી જે તે પોતાના ગુરુની દેહક્રિયા કરીનેતેની ધર્મધૂરપણાને ઉપાડી લેતા હવા. ને તે સ્વામીના જે આશ્રિતતેમની સત્શાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા ને તેમનેપોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિષે તેમનાં ચિત્તનેતાણી લેતા હવા, ને કેટલાક મનુષ્યને સમાધિ કરાવતા હવા.પછી લોજમાં તે પ્રતાપને જોઇને વ્યાપકાનંદસ્વામીને શ્રીજી-મહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય નહોતો થાતો. પછી તેવ્યાપકાનંદસ્વામીને પણ સમાધિ કરાવીને અક્ષરધામને વિષેઅનંતકોટિ મુકતે સહિત પોતાનું દર્શન કરાવ્યું, તોપણ નિશ્ચયન થયો; ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે,”આ સર્વે મુકતનીએકકાલાવચ્છિન્ન પૂજા કરો ને તમારે વિષે લીન કરો.”ત્યારે વ્યાપકાનદં સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! એમ કેમથાય ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”તમે એમ સંકલ્પ કરોજે, આ રામાનંદસ્વામી ભગવાન હોય, તો તેમના સામર્થ્યે કરીનેહું એટલાં રૂપે થાઉં.” ત્યારે તેમણે એમ સંકલ્પ કર્યો, તોપણઅનંતરૂપે ન થવાણું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”ચોવીસઅવતારનાં નોખાં નોખાં નામ લઇને સંકલ્પ કરો જે, એપુરુષોત્તમ ભગવાન હોય, તો તેમનાં સામર્થ્યે કરીને હું અનંતરૂપેથાઉં.” ત્યારે તેમણે એમ કર્યું તોપણ અનંતરૂપે ન થવાણું.ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”અમારું નામ લઇને સંકલ્પકરો જે, સહજાનંદસ્વામી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમભગવાન હોય, તો હું અનંતરૂપે થાઉં.” પછી શ્રીજીમહારાજનુંનામ લીધું ત્યારે અનંતરૂપે થવાણું. ને સર્વ મુકતની એકકાલાવચ્છિન્નપૂજા કરીને, સર્વ મુકતને પોતાને વિષે લીન કર્યા.ત્યારે એવા પ્રતાપને જોઇને વ્યાપકાનંદસ્વામીને શ્રીજીમહારાજનેવિષે સર્વ અવતારના અવતારી પૂર્ણપુરુષોત્તમપણાનો નિશ્ચયથયો. પછી સમાધિમાંથી ઊઠ્યાં, ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે,‘તમારે સમાધિમાં જેવી રીતે દેખાણું હોય તેવી રીતે સર્વને કહો.’ત્યારે વ્યાપકાનંદસ્વામીએ કહ્યું જે,‘આ શ્રીજીમહારાજ તોસર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે; તે માટેરામાનંદસ્વામી તથા પૂર્વે થયા જે રામકૃષ્ણાદિક ભગવાનનાઅવતાર તે સર્વે શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લીન થયા એમમેં અક્ષરધામમાં દીઠું. માટે આ શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાનછે.’ ત્યારે તે વ્યાપકાનંદસ્વામીની વાત સાંભળીને રામાનંદસ્વામીના નિશ્ચયવાળા હતાં તથા બીજા મતવાળા હતાં તેમનામાન્યામાં વાત આવી નહિ. ત્યારે તે સર્વેએ શ્રીજીમહારાજનેપ્રાર્થના કરીને કહ્યું જે, ‘હે મહારાજ ! આ વાત અમારે સર્વેનેસમજયામાં આવતી નથી, માટે અમને જે રીતે સમજાય તેવીરીતે કૃપા કરીને કહો.’ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘તમે ધ્યાનમાં બેસો ને પોતપોતાનાઇષ્ટદેવને સંભારો, તો એ વાત તમોને જેમ છે તેમજણાશે.’ ત્યારે તે સર્વે ધ્યાનમાં બેઠા. ત્યારે તેમને શ્રીજીમહારાજપોતાની દષ્ટિમાત્રે કરીને તે સર્વને સમાધિ કરાવીને અક્ષરધામનેવિશે અનંત મુકતે સહિત પોતાની દિવ્ય મૂર્તિનું સાક્ષાત્ દર્શનકરાવતા હવા. તથા રામાનંદસ્વામી તથા સર્વે અવતાર તેપોતાની સેવામાં દેખાડતા હવા. પછી પોતાની મૂર્તિમાં સર્વેઅવતારને લીન કરી દેખાડતા હવા. તેમાં કેટલાક મનુષ્યનેશ્રીજીમહારાજનો અડગ નિશ્ચય થયો. પછી તે ભકતને શ્રીજી-મહારાજ સમાધિમાંથી જગાડતા હવા.પછી તે ભકત બોલ્યા જે, ‘હે મહારાજ ! તમે તો સર્વોપરીપુરુષોત્તમ ભગવાન છો માટે તમારા પ્રગટ પુરુષોત્તમપણાનાનિશ્ચયમાં સંશય ન થાય એવી કૃપા કરો.’ત્યારે તે પ્રત્યે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘આ પુરુષોત્તમભગવાન તો કયારેય આ બ્રહ્માંડને વિષે આવ્યાં નથી ને આવશેપણ નહિ. માટે આ તો સર્વોપરી મૂર્તિ છે તે આ જે નિશ્ચયતે ફરવા દેવો નહીં.’ એમ કહીને પછી શ્રીજીમહારાજ તેમનાઉત્સાહને અર્થે ને તેમની બુદ્ધિની દઢતાને અર્થે પોતાનું જે નાનાપ્રકારનું ઐશ્વર્ય તે સમાધિએ કરીને દેખાડતા હવા.તેમાં કેટલાક મનુષ્યને તો અક્ષરધામને વિશે અનંત મુકતેસેવ્યા થકા પોતાની અલૌકિક મૂર્તિનું દર્શન દેતા હવા; ને કેટલાકમનુષ્યને તો ગોલોકને વિષે લક્ષ્મી, રાધિકા ને શ્રીદામાદિકપાર્ષદે સહિત તે રૂપે પોતાનું દર્શન દેતા હવા; ને કેટલાકનેવૈકુંઠલોકને વિષે લક્ષ્મી ને નંદસુનંદાદિક પાર્ષદે સહિત વિષ્ણુરૂપેપોતાનું દર્શન દેતા હવા; ને કેટલાકને શ્વેતદ્વીપને વિષેનિરન્નમુકતે સહિત મહાપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા; નેકેટલાકને તો અવ્યાકૃત ધામને વિષે લક્ષ્મીઆદિક શકિતઓ અનેપાર્ષદે સહિત ભૂમાપુરુષરૂપે પોતાનું દશર્ન દેતા હવા; ને કેટલાકનેતો બદરિકાશ્રમને વિષે મુનિઓએ સહિત નરનારાયણરૂપે પોતાનુંદર્શન દેતા હવા; ને કેટલાકને તો ક્ષીરસમુદ્રને વિષે લક્ષ્મી નેશેષનાગે સહિત યોગેશ્વરરૂપે પોતાનું દર્શન દેતા હવા; નેકેટલાકને તો સૂર્યના મંડળને વિષે હિરણ્યમય પુરુષરૂપે પોતાનુંદશર્ન દેતા હવા; ને કેટલાકને તો અગ્નિમંડળને વિષે યજ્ઞપુરુષરૂપેપોતાનું દર્શન દેતા હવા; ને કેટલાકને તો પ્રણવના જે નાદ તે તત્કાળ સંભળાવતા હવા; ને કેટલાકને તો કોટિ કોટિ સૂર્યસરખું જે પોતાનું તેજ તેને દેખાડતા હવા; ને કેટલાકને તો જાગ્રત,સ્વપ્ન, સુષુપ્તિ થકી પર ને સચ્ચિદાનંદ છે લક્ષણ જેનું ને દષ્ટા છે નામ જેનું, એવું જે બ્રહ્મતેજ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા;ને કેટલાકને તો બ્રહ્માંડના આધાર ને પુરુષસુકતને વિષે કહ્યાએવા જે વૈરાટપુરુષ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા; ને કેટલાકનેતો ભૂગોળ-ખગોળને વિષે રહ્યાં જે દેવતાના સ્થાનક ને ઐશ્વર્યદેખાડતા હવા; ને કેટલાકને તો આધારાદિક છ ચક્રને વિષે રહ્યાંએવા જે ગણશે આદિક દવે તાના સ્થાનક તેને પૃથક દેખાડતા હવા.કયારેક તો સો-સો ગાઉને છેટે રહ્યા એવા જે પોતાનાભકત તેમને પ્રત્યક્ષપ્રમાણ પોતાનું દર્શન દેતા હવા; ને કયારેકતો છેટે રહ્યા એવા જે પોતાના ભકત તેમણે પોતાના ઘરને વિષેશ્રીજીમહારાજની પ્રતિમાને આગળ ધર્યું જે નૈવેદ્ય તેને પોતપોતાનાભકતને વિસ્મય પમાડતા થકા જમતા હવા; ને કયારેકતો દેહ ત્યાગને કરતા એવા જે પોતાના ભકતજન તેમને પોતાનાધામ પ્રત્યે લઇ જાવાને ઇચ્છતા થકા ત્યાં પોતે આવી ને તેભકતના ગામને વિષે રહ્યા એવા જે બીજા ભકત તથા અભકતતેમને પણ પોતાનું સાક્ષાત્ દર્શન દેતા હવા.એવી રીતે મુમુક્ષુ અથવા મુમુક્ષુ નહીં એવા જે જન તેમનેપોતાનાં અલૌકિક ઐશ્વર્ય દેખાડતા એવા જે શ્રીસહજાનંદસ્વામીમહારાજ તેમને જોઇને અતિશય વિસ્મયને પામ્યા એવા જે હજારોમનુષ્યો, તે પોતપોતાના મતનો ને ગુરુનો ત્યાગ કરીને શ્રીજી-મહારાજનું પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા.પછી તે પ્રતાપને જોઇને ઘણાક જે મતવાદી તે શ્રીજી-મહારાજ સંગાથે વિવાદ કરવા આવ્યા પણ વાદે કરીનેશ્રીજીમહારાજને જીતવાને કાજે કોઇ સમર્થ ન થયા. ને પછીતે સર્વે મતવાદી જે તે શ્રીજીમહારાજનો અલૌકિક ઐશ્વર્ય પ્રતાપદેખીને નમસ્કાર કરીને બોલ્યાં જે,”હે મહારાજ ! તમે તોપરમેશ્વર છો. માટે અમારા જે જે ઇષ્ટદેવ છે તેના દર્શન અમનેકૃપા કરીને કરાવો.” એવી રીતે તેમનું પ્રાર્થના-વચન તેનેસાંભળીને તે સર્વને ધ્યાનમાં બેસારીને પોતાને પ્રતાપે કરીને તેમનેતત્કાળ સમાધિ કરાવતા હવા.પછી તે સર્વે જે તે શ્રીજીમહારાજનાં દશર્ન માત્રે કરીને ખેંચાઇગયાં છે નાડી-પ્રાણ જેમનાં એવા થકા પોતપોતાના હૃદયને વિષેપોતપોતાના ઇષ્ટદેવરૂપે શ્રીજીમહારાજને દેખતા હવા.તેમાં જે વલ્લભકુળને આશ્રિત એવા વૈષ્ણવ હતાં તે તથામાધ્વિ સંપ્રદાયના હતા એ બે તો ગોપીના ગણે વીંટાણાં નેવૃંદાવનને વિષે રહ્યાં એવા જે બાળલીલાએ કરીને મનોહર મૂર્તિએવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવાં; ને જે રામાનુજસંપ્રદાયના હતા તે તો નંદ, સુનંદ ને વિશ્વકસેન અને ગરૂડાદિકપાર્ષદે સહિત લક્ષ્મીનારાયણરૂપે દેખતા હવા; ને જે રામાનંદીહતા તે તો સીતા, લક્ષ્મણ ને હનુમાને યુકત થકા દિવ્ય સિંહાસનઉપર બેઠા એવા જે શ્રીરામચંદ્રજી તે રૂપે દેખતા હવા. ને જેશંકરાચાર્યના મતવાળા હતાં તે તો બ્રહ્મજયોતિરૂપે દેખતાં હવા;ને જે શૈવી હતાં તે તો પાર્વતી ને પ્રમથગણે સહિત જે શિવજીતે રૂપે દેખતાં હવા; ને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યનામંડળને વિષે રહ્યા જે હિરણ્યમય પુરુષ તે રૂપે દેખતા હવા;ને જે ગણપતિના ઉપાસક હતા તે તો મહાગણપતિ રૂપે દેખતાહવા; ને જે દેવીના ઉપાસક હતા તે તો દેવીરૂપે દેખતા હવા;ને જે જૈન હતા તે તીર્થંકરરૂપે દેખતા હવા; ને જે યવન હતાતે તો પેગંબરરૂપે દેખતા હવા.એવી રીતે સમાધિએ કરીને પોતપોતાના ઇષ્ટદેવરૂપેશ્રીજીમહારાજને જોઇને સર્વ અવતારના કારણ જાણીને, પોતપોતાનામતનો ત્યાગ કરીને, શ્રીજીમહારાજનો દઢ આશ્રય કરતાહવા; ને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા.એવી રીતે શ્રીસહજાનંદજી મહારાજ જે તે પોતાના પ્રતાપેકરીને જીવનું જે મૂળ અજ્ઞાન તેનો નાશ કરતા થકા, પૃથ્વીનેવિષે નાશ પામ્યો જે એકાંતિકધર્મ તેનું રૂડી રીતે સ્થાપન કરતાહવા. ।।૩।।

