અમદાવાદમાં સંતને દુષ્ટે કષ્ટ દીધું, ત્યારે શ્રીજીમહારાજકાંકરિયે તળાવે બિરાજમાન હતા; ત્યાં સંત આવ્યા. તે સંતનેશ્રીજીમહારાજ જોઇને એમ બોલ્યાં જે,”મારા પરમહંસની મોટાબ્રહ્માદિક દેવ, અક્ષરાદિક મુકત ને સર્વે અવતાર તે પ્રાર્થના કરેછે ને તેમના દર્શનને ઇચ્છે છે; ને એક કીડી જેવા જીવને પણદૂભવે નહિ એવા જે સંત તેને દુઃખ દીધું !” એમ કહીને ઉત્તરમુખેઉદાસ થઇને બેઠાં. તેટલામાં બ્રહ્માદિક દેવે જાણ્યું જે, આજ તોસર્વે બ્રહ્માંડનો નાશ થઇ જાશે. એટલામાં મહાકાળ, સંકર્ષણ,શિવાદિક આવીને પ્રાર્થના કરવા લાગ્યાં જે,”હે મહારાજ ! તમેજે આજ્ઞા કરો તે એમ તત્કાળ કરીએ ને અમે તમારા સેવકછીએ તે તમારા સંતને કષ્ટ દેનારો કોણ છે ? તેનો ક્ષણમાત્રમાંનાશ કરી નાખીએ.” એમ તે મહાકાળાદિક બોલ્યા.તે પછી દિવ્ય ચક્ષુવાળા સંત હતા તેમણે શ્રીજીમહારાજનેપ્રાથના કરીને કહ્યું જે, “હે મહારાજ ! હે સ્વામિન્ ! હે પ્રભો !આજ તમે અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થેદયાએ કરી અક્ષરધામમાંથી આંહીં પૃથ્વી ઉપર પધાર્યા છો,તે જીવોના અપરાધ ક્ષમા કરીને આત્યંતિક કલ્યાણ કરો.”એવી સંતે પ્રાર્થના કરી.પછી શ્રીજીમહારાજ સંત પ્રત્યે એમ બોલ્યાં જે,”અનંત કોટિબ્રહ્માંડમાં સર્વે આપણું કર્યુ થાય છે, ને જુઓને સર્વે અવતારઅમારે વિષે લીન થાય છે; ને આ સંતની સભાને અમેઅક્ષરધામને વિષે દેખીએ છઈએ ને આપણી વાત માને છે તેનુંકલ્યાણ થાય છે; ને જે નથી માનતા તે નરકમાં જાય છે. નેઅમારા શરીરમાં કાંઇ કસર જેવું થયું, ત્યારે જગતમાં અનેકજીવનો નાશ થઇ ગયો ને જયારે આપણે ખટરસ ને વસ્ત્ર ત્યાગકર્યા ને ટાટ પહેર્યા ત્યારે જગતમાં કોઇને અન્ન-વસ્ત્ર મળ્યું નહિ;ને સર્વે હેરાન થઇ ગયા. માટે સર્વે આપણું કર્યું થાય છે, પણબીજા કોઇનું કર્યું કાંઇ થાતું નથી ને તમારા શરીરમાંથી કોટિકોટિ સૂર્યના પ્રકાશથી અધિક પ્રકાશ નીસરે છે ને અતિ સામર્થ્યેયુકત છો ને તમારે માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથીએમ હું તમને દેખું છું.” એમ શ્રીજીમહારાજ બોલ્યાં.ત્યારે સર્વે સંત બોલ્યા જે,”હે મહારાજ ! તમે તો સર્વઅવતારના અવતારી ને અક્ષરધામના પતિ પૂર્ણપુરુષોત્તમ છો.માટે તમે દેખો એમાં શું કહેવું ? ને તમે તો દિવ્ય એવું જેઅક્ષરધામ ને દિવ્ય એવા જે પાર્ષદ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્યતેણે યુકત એવા અનાદિ, નિત્યસિદ્ધ , સર્વોપરી, પૂર્ણ,અનવધિકાતિશય, કલ્યાણકારી અનેક ગુણે યુકત થકા એકાંતિકભકતને સુખ દેવાને અર્થે ને અગણિત જીવોનાં કલ્યાણ કરવાનેઅર્થે કૃપા કરીને હરિપ્રસાદજીને ઘેર પ્રકટ્યા છો. ને તમારી કૃપાથકી અમે પણ પરાવરને હસ્તામળ દેખીએ છઈએ નેધર્મજ્ઞાનાદિક અનંત ગુણે યુકત થયા છઈએ; માટે કોઇનો ભારગણતા નથી. ને તમારી મરજી ને રાજીપો હશે તેમ કરશું અનેઅમારે આ લોકમાં ને પરલોકમાં તમ વિના બીજું કાંઇ વહાલુંનથી, તમે તો અમારા જીવન પ્રાણ છો ને તમને પ્રસન્ન કરવાનેઅર્થે તો અનંત જન્મ ધરીને માયિક સુખ ને ભૂંડા સ્વભાવનોત્યાગ કરી દઇએ; માટે હે સ્વામિન્ ! તમો અમારે દુઃખે કરીનેઉદાસી થાશો મા, અમારે કશું દુઃખ નથી.કોટિ સૂર્યના તેજ થકી કોટિગણું તેજ વૈકુંઠના મુકતમાં છેને તેથી કોટિગણું તેજ તે ગોલોકના મુકતમાં છે ને તેથી અનંત-કોટિગણું તેજ તે અક્ષરના મુકતના એક રોમને વિષે છે; નેતેથી અનંતકોટિગણું તેજ તે અક્ષરધામની ભૂમિ તેમાં સોપારીરહે એટલા દેશના તેજમાં લીન થાય છે; ને અનંત અપારજે અક્ષરધામનો પ્રકાશ સર્વેને ભેળો કરીએ તો સર્વે અવતારનાઅવતારી જે હરિકૃષ્ણ પુરુષોત્તમ તેના એક રોમના કોટિમાંભાગના પાશંગની બરોબર નથી આવતા; એવા દિવ્ય તેજ,ઐશ્વર્ય, પ્રતાપ, બળ, કીર્તિ, સ્વરાટ , સત્યસંકલ્પ એવા અનેકદિવ્ય ગુણે યુકત મૂર્તિ છો. તોપણ કૃપા કરીને જીવના કલ્યાણકરવાને અર્થે મનુષ્યાકૃતિ જણાઓ છો.” એવી રીતે સર્વે સંતેશ્રીજીમહારાજની પ્રાર્થના કરી. ।।૯।।

