અને મહારાજને ગમતી રુચિ કર્યા વિના જો ભગવાનનું  સુખ મળશે તોપણ ભોગવાશે નહિ, જેમ માંદાને સારું મળે તોપણ ભોગવાય નહિ, તેમ પુરુષોત્તમનું જ્ઞાન થયું છે ને તેને વાસનાએ કરીને વિષય મળશે તો તેમાંથી બહુ દુઃખ થાશે, પણ તેનું સુખ નહિ આવે ને આવરદા લાંબી તે મરાય નહિ. ।।૯૭।।