અને સર્વ કરતાં સંત મોટા, તેનો મહિમા કહ્યો. તેની વિકિત જે, સર્વ કરતાં પૃથ્વી મોટી ને તેથી જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ ને મૂળ પ્રકૃતિપુરુષ ને અક્ષર સુધી એકબીજાથી મોટા છે ને તે સર્વેના આધાર ભગવાન છે. એવા મોટા ભગવાન તેને જે સંત પોતાના હૃદયમાં અખંડ ધારી રહ્યા છે, માટે તે સંત મોટા છે. ।।૧૧૧।।