અને હવે તો ગૃહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે. ને કામી હોય તે જેમ સ્ત્રીઓને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામું જોઇ રહ્યાં છે જે, ‘મને કોઇ સંભારે છે ?’ પણ જીવ તો એવો અવળો છે જે, બીજા પદાર્થ સામું જુએ, પણ ભગવાન સામું ન જુએ. ।।૧૪।।