સંતનો મહિમા કહ્યો જે, ‘આવા સાધુનાં દર્શન કર્યે ભગવાનના દર્શનનું ફળ થાય છે, ને તેની સેવા કર્યે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે. ને આપણે તેવા સાથે હેત થયું છે, માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય. ।।૨૧।।