ભગવાનને સંભારીને જે જે ક્રિયા કરે છે તોપણ તે નથી કરતો ને તે અકર્તા છે, ને તે વિના તો બેઠો છે તોપણ તે કર્તા છે. ને ભગવાનને સંભારીને ખાય છે, બોલે છે, જુએ છે, સૂવે છે, ચાલે છે, ઇત્યાદિક જે જે ક્રિયા કરે છે તોપણ તે કાંઇ કરતો નથી ને તે તો અકર્તા છે. ।।૨૯।।

