અને સંગ કરવામાં ને સત્સંગ કરવામાં પણ બહુ ભેદ છે, કેમ જે, મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગૃહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. જેમ ગાયના આઉમાં ઇતરડી રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી ને વાછરું છે તે છેટે રહે છે તોપણ તેને દૂધનો સ્વાદ આવે છે. ।।૩૪।।