અને પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડુઅવળું તરી જાવું નહિ. અને મોટા આગળ જો જીવ સરલપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે તેમાં કાંઇ કહેવું પડે નહિ. ને જગતમાં પણ એમ રીત છે, જે જેનો થઇ રહે તેની ફિકર તેને રાખવી પડે છે તેમ મોટા ખબર રાખે. ।।૫૦।।