મોઢામાં ખાવામાં હેઠલાં દાંત સાંબેલા ને ઉપલાં દાંત ખાંડણિયા છે, પણ તેનો તપાસ કર્યા વિના ગમ પડતી નથી. તેમજ દેહ તથા આત્મા જુદા છે પણ વિચાર્યા વિના ગમ પડતી નથી અને તપાસી જુએ તો જણાય છે જે, સો વર્ષ મોર નાતમાં કોઇ નહોતું ને વળી સો વર્ષ કેડે કોઇ નહિ રહે. ।।૮૬।।