આપણે પોતાના સ્‍વરુપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્‍થૂળ દેહને પોતાનું માનવું નહિ, ને મહારાજનો મત તો ત્રણે દેહને ન માનવાં ને અક્ષર માનવું. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્‍મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્‍યા તે અક્ષર માનવું.  ૨૫૬