અને ઇન્દ્ર વિશ્વરુપને માર્યો તેની ચાર બ્રહ્માહત્યા લાગી : તેમાં એક તો ગુરુની, બીજી ગોરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્યા. તેણે કહ્યું : જે ‘તારા ભાઇ વામનજી છે તે ભગવાનનો અવતાર છે, માટે તેનો તું આશરો કર.’ પછી ઇન્દ્ર વામનજીનો નિશ્વય કર્યો, તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઇ. એટલું વામનજીનો આશરો કરવાથી કામ થયું માટે આશરો મોટી વાત છે. ૨૯૩.