અને જ્ઞાન જ્ઞાનમાં પણ ઘણા ભેદ છે. કેની પેઠે ? જે એક ગુજરાતનું ઘોડું હોય તેની સામી લાકડી ઉગામીએ તો ભાગી જાય, ને એક તો કાઠિયાવાડનું પળોટેલ ઘોડું હોય તે તો તરવારો, બરછીઓ, બંદૂકોનો વરસાદ થાતો હોય તેમાં પણ સામું ચાલે, એ રીતે જ્ઞાન જ્ઞાનમાં ભેદ છે. ૩૪૦