પછી વળી સ્વામીએ વાત કરી જે, ‘મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહિ ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહિ.’ ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યું જે, ‘પુરુષોત્તમ કેમ જાણવા ? ને બ્રહ્મરૂપ કેમ થવાય ?’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ તો સર્વોપરી છે ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ છે.’ તે ઉપર મધ્યનું નવમું ને છેલ્લાનું આડત્રીસમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આજ તો સત્સંગમાં આચાર્ય, મંદિર ને મૂર્તિઓ તે સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું ? એ તો સર્વોપરી જ છે એમ સમજવું. અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ, વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.’ તે ઉપર વડતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આવા થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.’ એક હરિજને ચાર-પાંચ વચનામૃત વાંચ્યાં, તે વચનામૃતના નામ પ્રથમનું ત્રેવીસમું, મધ્યનું ત્રીસમું ને પિસ્તાલીસમું, ને અમદાવાદનું બીજું ને ત્રીજું. ત્યારે સ્વામી બેઠા થઇને બોલ્યા જે, ‘આ વચનામતૃ તો જાણે સાભં ળ્યા જ નહોતાં !’ એમ કહીને બોલ્યા જે,‘ફેર વાંચો.’ ત્યારે ફેર વાંચ્યા. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આ વચનામૃત સાંભળતાં એમ જાણ્યું જે, કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય, કે ઇશ્વર હોય કે નાના-મોટા ભગવાનના અવતાર હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે, એ પણ મહારાજનો મત છે, તે ઉપર મહારાજનો કહેલો શ્લોક છે તે બોલ્યા જે, નિજાત્માનં બ્રહ્મરુપં દેહત્રયવિલક્ષણમ્ । વિભાવ્ય તેન કર્તવ્યા ભકિતઃ કૃષ્ણસ્ય સર્વદા ।।
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ । સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભકિતં લભતે પરામ્ ।।
પરિનિષ્ઠતોડપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા । ગૃહિતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ।।
આત્મારામાશ્ચ મુનયો નિગ્રર્ન્થા અપ્યુરુક્રમે । કુ ર્વન્ત્યહૈતુકીં ભકિતમિત્થં ભૂતગુણો હરિઃ ।।
એવા એવા ઘણાક શ્લોક બોલીને કહ્યું જે, ‘આવા થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન અખડં નિવાસ કરીને રહે છે.’ ।।૧૨।।

