પછી વળી સ્વામીએ વાત કરી જે, પ્રભુ ભજવા દેહ તો ધર્યો છે, પણ પંચવિષય છે તે દમઘોષના દીકરા જેવા છે, તે ભગવાનને વરવા દેતા નથી; એવા ભૂંડા છે. ત્યારે પૂછ્યું જે, ‘રુકિમણીજી એકવાર ભગવાનના ગુણ સાંભળીને બોલ્યા જે, ‘વરું તો ભગવાનને વરું નીકર જીભ કરડીને મરું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ તેને ન વરું’ એમ બોલ્યાં. ને આજ તો મહારાજ ને મોટા સાધુ નિરંતર કહે છે તોય ભગવાનને મૂકીને બીજાને કેમ વરાય છે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘આપણે ભગવાન વરવા દેહ ધર્યો નથી ને રુકિમણીએ તો ભગવાનને વરવા દેહ ધર્યો હતો. આપણને તો મહારાજનો ને મોટા સાધુનો યોગ થયો છે, તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે, પણ પછી તો નીસરવું કઠણ પડશે, એવો સત્સંગનો પ્રતાપછે.’ ત્યારે પછૂ ્યું જે, ‘આ દહે મૂક્યા પછી કેવું થવાશે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘વ્યાપકાનદં સ્વામી તથા સ્વરૂપાનદં સ્વામી જેવા તો થવાશે, એવો મહારાજનો ને મોટા સાધુનો પ્રતાપછે.’ ।।૧૪।।

