મોરલીયેં મન મોયું હો, માવા તારી મોરલીયેં મન મોયું હો… માવા. ટેક૦
હળવે હેતમાં સાન કરીને, કામણગારી મીટ્યેં જોયું હો… માવા. ૧
તે દહાડાની હું તો ઘાયલ થઇ છું રે, જીવત સુખ સર્વે ખોયું હો… માવા. ૨
લોક કુટુંબની આશ તજીને, ચરણ કમળ ચિત્ત પ્રોયું હો… માવા. ૩
પ્રેમાનંદ કહે તમને મળીને, જન્મ મરણ દુ:ખ ખોયું હો… માવા. ૪