છેલ છબીલા ક્હાન રે, ઘેલાં કીધાં છેલ છબીલા ક્હાન રે… ઘેલાં. ટેક૦
મનમોહન મારું મન હરી લીધું, શ્યામ સુંદર ગુણવાન રે… ઘેલાં. ૧
મીઠી મીઠીરે મુખ મોરલી વાઇને, ગાઇને તે સુંદર તાન રે… ઘેલાં. ૨
વશ કીધી વાલમ ગ‍િર‍િધારી, મારી નેણાં કેરી સાન રે… ઘેલાં. ૩
પ્રેમાનંદ કહે જન્મ સુધાર્યો રે, દીધું જીવન કેરું દાન રે… ઘેલાં. ૪