મનના માનેલ માવરે, આવો વાલા મનના માનેલ માવ રે… આવો૦ ટેક
અમે અબળા વાલા દાસ તમારા રે, અમ પર આવડલો શ્યો દાવ રે… આવો. ૧
મોતિડાં વેરાવું વાલા ચોક પૂરાવું રે, દૂધડે પખાળું તારા પાવ રે… આવો. ૨
એક વાર વાલા મારે મંદિર પધારો રે, જોવા મારા દલડાંનો ભાવ રે… આવો. ૩
પ્રેમાનંદના શ્યામ મનોહર, દીધું જીવન કેરું દાન રે… આવો. ૪